perloader

જાહેર અપીલ

  • સુજ્ઞ દાતાશ્રીઓ,
  • શુભચિંતક, દયાળુ દાનવીર અને સમાજના અગ્રણીઓ જેમના હ્રદયમાં ખાસ લાગણી છે એવા કેન્સરગ્રસ્ત પિડીત લોકો માટે જેમને મદદની ખાસ જરૂર છે, આવા લોકો સાથેનું આ મિલન ખૂબ જ પ્રોત્સાહન આપનારૂ રહ્યુ છે. આપણે બધા મળીને આવા લોકોને ઉત્તમ ગુણવત્તસભર જીવન આપીએ અને આ રોગને જડમૂળમાંથી મટાડવાની કોશિષ કરીએ.
  • ગુજરાત સરકાર ધ્વારા હોસ્પિટલ બીલ્ડીંગને સંલગ્ન નવી અતિ આધુનિક અદ્યતન ટેકનોલોજી અને સુવિધાયુક્ત હોસ્પિટલ બનાવવા માટે વધારાની જમીન ફાળવવામાં આવી છે.
  • ઓફિસ બેરર્સ તથા ટ્રસ્ટીઓ, આપણી લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર ટ્રસ્ટ માં આજે એમનું કર્તવ્ય ખૂબ જ સારી રીતે બજાવી રહ્યા છે, એનું કારણ છે આપ સર્વે દાનવીરોનું ઉચ્ચ કક્ષાનું દાન.
  • શુભેચ્છકો અને દયાળુ દાતાઓના સહકારથી, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને અમારી નિષ્ઠાવાન સમર્પિત લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર ટ્રસ્ટની ટીમ સમસ્ત સહયોગી માત્ર દયાળુ પ્રતિભાવ અને નમ્ર યોગદાનને કારણે તેઓની પારદર્શક ફરજ સત્ય નિષ્ઠાથી અને અસરકારક રીતે નિભાવી શક્યા છીએ. આના માટે અમો તમોને આર્થિક સહાય માટે અપીલ કરીએ છીએ.
  • લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર ટ્રસ્ટના કેન્સર નિષ્ણાંત અને અનુભવી ટીમ ધ્વારા કેન્સરની અલગ અલગ જાતની સારવાર આપવામાં આવી રહી છે, સંસ્થા ધ્વારા નવી ટેકનોલોજીની મદદથી દર્દીઓને જે તે રોગ વિશે પારદર્શક માહિતી આપી તેમને આધુનિક સારવાર આપવામાં આવે છે. તેમજ કેન્સરના નિષ્ણાંત અને અનુભવી ડૉક્ટર્સ ધ્વારા કેન્સરની સારવાર વિશે માહિતગાર કરવામાં આવે છે. અમારો એક જ ઉદ્દેશ છે કે સમાજને અમારા ઉચ્ચ ગુણવત્તાવાળી હેલ્થકેરની સારવાર રાહત દરે પૂરી પાડવાનો છે.
  • અમારી આપ સૌને આ ઉમદા કાર્યમાં આર્થિક રીતે સહાયરૂપ થવા નમ્ર વિનંતી છે. સંસ્થાના ટ્રસ્ટીગણ, ડૉક્ટર્સ અને અન્ય સમસ્ત સહયોગી સભ્યોની મદદથી સમાજના દયાળુ અને પરોપકારી દાતાઓ દાન આપવા માટે આગળ આવી રહ્યા છે. શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પેઢીઓ ધ્વારા સંસ્થા દાન મેળવી રહી છે. પ્રતિષ્ઠિત કંપનીઓ ધ્વારા પણ તેમના CSR ફંડમાથી દાન પ્રાપ્ત કરી રહ્યા છીએ.
  • સંસ્થા ધ્વારા સમાજના કેન્સર પિડીત અને જરૂરીયાતમંદ દર્દીઓને આધુનિક સારવાર રાહત દરે મળી રહે તે હેતુથી સંસ્થાની બાજુમાં અતિ આધુનિક લાયન્સ કેન્સર કેર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. આ કાર્યને પૂર્ણ કરવા માટેના અમારા ઉમદા કાર્યમાં વધુને વધુ દાતાઓના નિસ્વાર્થપણે આગળ આવી સહયોગ કરે એવી અમારી નમ્ર અપીલ છે.
  • સંસ્થાના આ નવા પ્રોજેક્ટમાં એક છત નીચે સંપૂર્ણ સારવાર મળી રહે તે હેતુથી આધુનિક ટેકનોલોજી ધરાવતું રેડીયેશન મશીન માટેનું બંકર તૈયાર કરવામાં આવશે. ક્લીનીકલ સારવાર માટેના ઉત્તમ સાધનો, મોડ્યુલર ઓપરેશન થીયેટર્સ, બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આધુનિક રેડીયેશન સારવાર માટે પેટ સીટી / સીટી સ્કેન / સીટી સીમ્યુલેટર, ગામા આઈસોટોપ માપવા માટે ઈમેજીંગ ડીવાઈસ, ન્યુક્લીયર મેડીસીન વિભાગ, ઓ.પી.ડી. / આઈપીડી હોસ્પિટલ, લેબોરેટરી ટેસ્ટ, બ્લડ બેંક, તેમજ સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી, સોનોગ્રાફી ડીજીટલ એક્ષ-રે તેમજ ૨૪x૭ ઈલેક્ટ્રીસીટી, સર્જરી સંપૂર્ણ સુવિધા મળી રહેશે. જેનો અંદાજીત ખર્ચ આશરે રૂ. ૧૫૦ કરોડ રહેશે.
  • સંસ્થાની ૫૦ વર્ષની સુવર્ણ જયંતીની લાંબી સેવા પ્રવૃત્તિને અવિરત ચાલુ રાખવા માટે આપ સૌને તન, મન અને ધનથી આ પ્રોજેક્ટ પાર પાડવા માટે જોડાવવા નમ્ર વિનંતી. આપ, આપની અનુકુળતા મુજબ સંસ્થાની મુલાકતે પધારશો.
  • તમારો સહકાર જરૂરિયાતમંદ કેન્સરના દર્દીઓને મહત્તમ મદદ કરવાના અમારા ધ્યેયને પહોંચી વળવા તરફ દોરી જશે.
  • પ્રભુના આશીર્વાદથી તથા તમારા જેવા શ્રેષ્ઠીઓના સહકારથી આ ઉમદા કાર્યને સફળ બનાવી શકાશે.
  • અશોક આર. કાનુનગો
    (ચેરમેન)